કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ડિસેમ્બર રવિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી વિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી આપશે. આ સિવાય વિવિધ વિકાસ-લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.
રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ એક દિવસમાં વિવિધ સાત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સવારે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજીત રાષ્ટ્રીય કોન્ફરન્સ -IMA NATCON 2025 માં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. ત્યારબાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોપાલ ફાર્મ પાસે એક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.
અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી
- કાર્યક્રમ 1 (જાહેર કાર્યક્રમ)
- IMA ગુજરાત બ્રાન્ચ દ્રારા આયોજીત રાષ્ટ્રીય કોન્ફરન્સ-IMA NATCON 2025 જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી
- સમય: સવારે 10:15 કલાકે
- સ્થળ: ક્લબ 07, શેલા, અમદાવાદ
- કાર્યક્રમ 2
વૈષ્ણોદેવી સર્કલ થી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી AMC દ્વારા નાખવામાં આવેલ નવી ટૂંક મેઈન લાઈનના કાર્યનું લોકાર્પણ
સમય: સવારે 11:30 કલાકે |
સ્થળ: ગોપાલ ફાર્મ પાસે, એસપી રિંગ રોડ, શેલા, અમદાવાદ - કાર્યક્રમ 3 (જાહેર કાર્યક્રમ)
નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમ
સમય: સવારે 11:45 કલાકે |
સ્થળ: ભવાની ચોક, નવા વણઝર, અમદાવાદ - કાર્યક્રમ 4
આઈકોનિક એસજી હાઇવે ના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ
સમય: બપોરે 12:45 કલાકે
સ્થળ: પકવાન સર્કલ પાસે, એસજી ડાઈવે, બોડકદેવ,અમદાવાદ - કાર્યક્રમ 5
ગુરુદ્વારા મંદિર ખાતે દર્શનાર્થે
સમય: બપોરે 1:00 કલાકે । સ્થળ: ગુરુદ્વારા, એસજી ડાઈવે, થલતેજ, અમદાવાદ - કાર્યક્રમ 6 (જાહેર કાર્યક્રમ)
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મડાસંમેલન 2025 નો ઉદ્ઘાટન સમારોડ
સમય: બપોરે 3:45 કલાકે |
સ્થળ: વિશ્વ ઉમિયાધામ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ - કાર્યક્રમ 7 (જાહેર કાર્યક્રમ)
સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ “નમોત્સવ”
સમય: સાંજે 5:45 કલાકે |
સ્થળ: સંસ્કાર ધામ, ગોધાવી, અમદાવાદ