Wednesday, Dec 24, 2025

કીમ નદીના મેજર બ્રિજ પર ભારે અને માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ

1 Min Read

અંકલેશ્વર હાંસોટ કદરામાં રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી પર મેજર બ્રીજ છે. આ બ્રીજ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને સુરત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારી દ્વારા એક જાહેરનામાં દ્વારા પ્રતિબંધને લંબાવીને તા.૨૦/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર અંકલેશ્વર હાંસોટ કદરામાં રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી ઉપર આવેલ મેજર બીજ ઉપર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. કીમ નદી ઉપર મેજર બીજના ટ્રાફિકને ડાયવર્ટ કરવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

અંકલેશ્વર હાંસોટ કદરામાં રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી ઉપર આવેલ મેજર બ્રીજ તરફ આવતા-જતા વાહનો અંકલેશ્વરથી (NH-48) કીમ થઈ ઓલપાડ આવવા-જવા માટે અને ઓલપાડથી કીમ થઈ અંક્લેશ્વર (NH-48) આવવા-જવા માટે ઉપયોગ કરી શકશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Share This Article