અમદાવાદમાં પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસે સમરથનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડા પાડીને ગોગો પેપરનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજે 72 લાખ રૂપિયાના પ્રતિબંધિત ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો, સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ પ્રતિબંધિત ગોગો પેપર ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં સપ્લાય થવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાંથી ગોગો પેપરનું ગોડાઉન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત