મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું. વાયુસેનાના વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
મંગળવારે પુણેમાં એક પત્રકાર પરિષદમાં ચવ્હાણે જણાવ્યું હતું કે 7 મેના રોજ લગભગ અડધા કલાક ચાલેલા હવાઈ યુદ્ધ દરમિયાન, ભારતીય વિમાન ઉડાન ભરવાની સ્થિતિમાં નહોતા કારણ કે પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવવાનું જોખમ હતું. આ જ કારણ છે કે વાયુસેનાને સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી.
ચવ્હાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, થલ સૈનિકો એક કિલોમીટર પણ આગળ વધ્યા ન હતા. લડાઈ ફક્ત હવાઈ અને મિસાઈલ હુમલાઓ સુધી મર્યાદિત હતી. આ પ્રશ્ન ઉભો કરે છે: શું ભવિષ્યની લડાઈઓમાં 1.2 મિલિયન સૈનિકોની મોટી સેનાની જરૂર પડશે? તેમને અન્ય હેતુઓ માટે તૈનાત કરી શકાય છે.
ભાજપે આપી પ્રતિક્રિયા
ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન પર આકરા પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે એરફોર્સ અને સુરક્ષાદળો પર કોંગ્રેસનું વિવાદિત નિવેદન. 7 મેના રોજ અડધા કલાકની હવાઈ લડાઈમાં ભારતીય વિમાન તોડી પાડ્યા. ભવિષ્યમાં પણ લડાઈ આ રીતે થશે અને શું ખરેખર 12 લાખ સૈનિકોને મેન્ટેઈન કરવાની જરૂર છે. કોંગ્રેસ સેનાને નફરત કરે છે. સેનાનું અપમાન કોંગ્રેસની ઓળખ. રસ્તા પરના ગુંડાથી લઈને ઓપરેશન સિંદૂર/ સર્જિકલ સ્ટ્રાઈક/ બાલાકોટ અને ઓપરેશન મહાદેવ પર તેમણે સવાલ ઉઠાવ્યા છે.