રતીય જનતા પાર્ટી (BJP) એ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ આસામ અને તમિલનાડુ રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહત્ત્વની નિમણૂકો કરી છે.
દર્શનાબેન જરદોશને આસામની જવાબદારીગુજરાત ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને આસામ વિધાનસભા ચૂંટણી માટે મોટી અને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને આસામ વિધાનસભા ચૂંટણીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા જારી કરાયેલા નિમણૂક પત્ર મુજબ, દર્શનાબેન જરદોશ હવે આસામમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવામાં અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આસામમાં સત્તા ટકાવી રાખવા માટે, બૈજયંત પાંડાની ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી છે. આગેવાની હેઠળની ટીમ સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણી પ્રચારનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
દર્શનાબેન જરદોશની જવાબદારી
સહ-પ્રભારી તરીકે, દર્શનાબેન જરદોશ આસામની ચૂંટણી સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે અને કેન્દ્રીય નેતૃત્વને નિયમિતપણે ગ્રાઉન્ડ રિપોર્ટ મોકલશે.પ્રભારી સાથે મળીને તેઓ પક્ષ દ્વારા ઘડાયેલી ચૂંટણી વ્યૂહરચના, જેમ કે બેઠક દીઠ આયોજન, જનસંપર્ક અભિયાન અને પ્રચાર ઝુંબેશનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે. તેઓ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેના સંભવિત આંતરિક મતભેદો કે જૂથબંધીને દૂર કરીને સંગઠનને એકજૂટ રાખવાનો પ્રયાસ કરશે.
તમિળનાડુ અને આસામ પર વિશેષ ધ્યાન
ભાજપે આસામ અને તમિલનાડુ બંને રાજ્યો માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ બંને રાજ્યોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતના નેતાને આસામ જેવા મહત્વના રાજ્યમાં જવાબદારી સોંપવામાં આવતા ગુજરાત ભાજપમાં પણ ખુશીનો માહોલ છે.