ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ફરી એક વખત કુસ્તીના મેદાનમાં જોવા મળશે. રેસલર વિનેશ ફોગાટ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ મેળવવાથી સહેજ માટે ચૂકી ગઈ હતી. તે પછી તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધારાસભ્ય બની હતી, પરંતુ હવે તેણે ફરીથી કુસ્તીની દુનિયામાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તેણે 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનો હુંકાર ભર્યો છે. વિનેશે જણાવ્યું કે તે મેટથી દૂર ગઈ હતી પરંતુ તેણે તેને ક્યારેય છોડ્યું નથી. આ વખતે તેના માટે પ્રેરણા તેનો પુત્ર પણ છે.
પેરિસ પછી મારી પાસે કોઈ જવાબ ન હતો
વિનેશ ફોગાટે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે લોકો પૂછતા રહ્યા કે શું પેરિસ અંત હતો? લાંબા સમય સુધી, મારી પાસે તેનો જવાબ ન હતો. મારે મેટથી, દબાણથી, અપેક્ષાઓથી, ત્યાં સુધી કે પોતાના સપનાથી પણ દૂર જવાની જરૂર હતી. વર્ષોમાં પહેલીવાર મેં મારી જાતને શ્વાસ લેવા દીધો હતો. મેં મારી સફરના બાઝને સમજવા માટે સમય કાઢ્યો હતો.
‘આગ’ ક્યારેય બુઝાઇ જ ન હતી
વિનેશ ફોગાટે લખ્યું કે ઉતાર-ચઢાવ, દિલ તૂટવું, બલિદાન, મારા રુપથી જેણે દુનિયાએ ક્યારેય જોઇ નથી. અને તે વિચારમાં ક્યાંક, મને સત્ય મળ્યું કે હું હજી પણ આ રમતને પ્રેમ કરું છું. હું હજી પણ મુકાબલો કરવા માંગુ છું. તે ખામોશીમાં મને કંઈક એવું લાગ્યું જે હું ભૂલી ગઇ હતી કે ‘આગ’ ક્યારેય બુઝાઇ જ ન હતી. તે થાક અને ઘોંઘાટ નીચે દબાઇ ગઇ હતી.
મારો પુત્ર: મારો નાનો ચીયરલીડર – વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટે વધુમાં લખ્યું કે શિસ્ત, રૂટિન, લડાઈ… આ બધું મારી સિસ્ટમમાં છે. હું ગમે તેટલી દૂર ચાલી જાઉ તો પણ મારો એક ભાગ મેટ પર બન્યો રહ્યો. તેથી હું અહીં જ છું, LA28 તરફ, એક એવા દિલ સાથે પરત પગલા ભરી રહું છું, જે નીડર છે, એક એવી ભાવના ઝુકવાથી ઇનકાર કરે છે. આ વખતે, હું એકલી ચાલી રહી નથી, મારો પુત્ર મારી ટીમમાં સામેલ થઇ રહ્યો છે, મારી સૌથી મોટી પ્રેરણા, એલએ ઓલિમ્પિક્સના આ રસ્તા પર મારો નાનો ચીયરલીડર.