કચ્છના કંડલામાં દિનદિયાલ પોર્ટ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બીજા તબક્કાની મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. અંદાજિત 5 હજાર વસ્તી ધરાવતું મીઠા પોર્ટ વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી કાર્યવાહી કરાઈ છે. આજે વહેલી સવારના 5 વાગ્યાથી ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રના 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે ડીમોલેશનની કાર્યવાહી કરાઈ છે. જેસીબી, હિટાચી, લોડર, ડમ્બર અને ટેકટર સહિતના કુલ 220 વાહનોને કામે લગાડવામાં આવ્યા છે. 250 કરોડની 100 એકર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે. અસામાજિક તત્વો અને હિસ્ટ્રીસિટર આરોપીના દબાણો પણ દૂર કરાયા છે.