નાયબ મુખ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ડુમસ બીચ ખાતે ફૂડ વિભાગ દ્વારા ૬૮ સંસ્થાઓમાંથી ૧૦૩ સેમ્પલ લઈ ૫૧ સંસ્થાઓને નોટીસ અપાઈ હતી. સેનિટેશન ટીમ દ્વારા પ્રવાસન સ્થળ, બસ/રેલ્વે સ્ટેશનની ૨૬૦ સંસ્થાઓમાં તપાસ કરી કચરાપેટી ન રાખતી ૭૨ સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી હતી.
સુરત શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા ૬૪ સંસ્થાઓ ચેક કરી તપાસ દ્વારા ૧૪૦ કિ.ગ્રા. સિંગલ યુઝ/પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૪.૩૬ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.