સુરત શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે , જેના કારણે ટ્રાફિક નિયમ કે સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સુરત શહેર વાહનોના ધમધમાટથી ગુંજતું રહે છે,વધતા ટ્રાફિકના ભારણ સામે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે.જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક શાખાના ડીસીપી પન્ના મોમયાની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી.સુરત શહેરના દરેક રિઝિયનમાં આ ડ્રાઈવ યોજાઈ હતી.આ અવસરે ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ પણ કરી હતી.અને વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઈન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ પણ આપી હતી.વધુમાં હવે વાહન ચાલકો જો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે કે સિગ્નલ તોડશે તો તેવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.