Sunday, Dec 7, 2025

ગોડાદરા મીડાસ સ્ક્વેર પર લોહીયાળ ઘટના, પૈસાના વિવાદે મિત્રો જ બન્યા દુશ્મન

1 Min Read

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર પાસે પૈસાની લેતીદેતીના મામલે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યાના આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ મૃતક યુવકના મિત્રો જ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક પાસેથી આરોપીઓને કેટલાક પૈસા લેવાના બાકી હતા.

હત્યા પાછળનું ક્રૂર કારણ
તમને જણાવી દઈએ કે, ઉઘરાણી દરમિયાન આરોપીઓએ યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન આરોપીઓએ યુવકની માતાને ફોન કરીને પૈસા લઈને તાત્કાલિક સ્થળ પર આવવા જણાવ્યું હતું.

જોકે, મૃતકની માતા સમયસર પૈસા લઈને ઘટનાસ્થળે ન પહોંચતા, આરોપીઓએ ગુસ્સામાં યુવકને એટલો માર માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે હવે આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Share This Article