Sunday, Dec 7, 2025

અમદાવાદ SG હાઇવે પર હિટ એન્ડ રન: છારોડી નજીક અજાણી વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

2 Min Read

અમદાવાદ SG હાઈવે પર છારોડી નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક યુવકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. મહત્ત્વનું છે કે, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય કથન ખરચર નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો. છારોડી નજીક પહોંચતા, એક અજાણ્યા વાહનચાલકે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના પરિજનોનું હૈયાફાટ રુદન જોઈ ત્યાં હાજર લોકો ભાવુ થયા હતા. મૃતક યુવક YMCA નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હાલ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ઉધના–મગદલ્લા રોડ પર વહેલી સવારે સર્જાયેલો ગંભીર માર્ગ અકસ્માત શહેરમાં શોકનું મોજું છોડી ગયો. ઘટનાના સમયે KTM બાઈક પર સવાર 18 વર્ષીય પ્રિન્સ પટેલ યુનિવર્સિટી તરફથી બ્રેડ લાઇનર બ્રિજ તરફ ઉતરી રહ્યા હતા. અચાનક બાઈકનું સ્ટેરિંગ નિયંત્રણમાંથી બહાર જતા તેઓ રસ્તાના કિનારે જોરદાર ટક્કર ખાઈ ગયા. ટક્કર એટલી ભયાનક હતી કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું સ્થળ પર મોત નિપજ્યું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે તેઓ અત્યંત ગંભીર ઈજાઓનો ભોગ બન્યા. અકસ્માત બાદ ખટોદરા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પ્રિન્સ પટેલ યૂટ્યુબ પર ‘PKR BLOGGER’ નામથી જાણીતા હતા અને બાઇક વ્લોગ્સ અપલોડ કરતાં હતાં. હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Share This Article