યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે રશિયા સાથે વેપાર કરનાર કોઈપણ દેશને “ખૂબ જ કડક પ્રતિબંધો”નો સામનો કરવો પડશે. ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર અને રિપબ્લિકન કાયદા ઘડનારાઓ મોસ્કોને લક્ષ્ય બનાવતા કડક કાયદા પર આગળ વધી રહ્યા છે. શું કોંગ્રેસ માટે રશિયા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવા માટે પગલાં લેવાનો સમય આવી ગયો છે તે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તેઓ તે કરી રહ્યા છે, અને તે ઠીક છે.”
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “રશિયા સાથે વ્યાપાર કરનાર કોઈપણ દેશને ખૂબ જ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. તેઓ તેમાં ઈરાનનો પણ સમાવેશ કરી શકે છે, મેં એ જ સૂચન કર્યું છે.” યુએસ રાષ્ટ્રપતિએ પુનરોચ્ચાર કર્યો, “તેથી કોઈપણ દેશ જે રશિયા સાથે વ્યાપાર કરશે તેને ખૂબ જ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમે તેમાં ઈરાનનો પણ સમાવેશ કરી શકીએ છીએ.”
ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આમાં રશિયન તેલની ખરીદી પર વધારાની ૨૫ ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે. કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ દ્વારા રજૂ કરાયેલા બિલમાં રશિયન તેલની ખરીદી અને વેચાણ પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ છે. આ દરખાસ્તને હાઉસ ફોરેન રિલેશન્સ કમિટીમાં લગભગ સર્વસંમતિથી સમર્થન મળ્યું. ગ્રેહામ અને કોંગ્રેસમેન રિચાર્ડ બ્લુમેન્થલે સંયુક્ત રીતે “રશિયા પ્રતિબંધ કાયદો ૨૦૨૫” રજૂ કર્યો, જેનો હેતુ યુક્રેનમાં પુતિનના ક્રૂર યુદ્ધને ભંડોળ પૂરું પાડતા દેશો પર ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો છે.