બિહાર ચૂંટણીના પરિણામો સામે આવતા હવે સૌથી વધુ ચર્ચા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદના દાવેદારો પર કેન્દ્રિત થઈ ગઈ છે. ચૂંટણીની તસવીર લગભગ સ્પષ્ટ થતાં જ તમામ ગઠબંધનો અને પાર્ટીઓમાં આંતરિક મન્થન ઝડપથી શરૂ થઈ ગયું છે. CM પદ માટે ગઠબંધન તેમજ પાર્ટીના ટોચના નેતાઓના નામો ઉજાગર થઈ રહ્યા છે, જ્યારે ડેપ્યુટી CM પદ માટે પણ અનેક નામો મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં છે. ટૂંક સમયમાં નક્કી થઈ જશે કે નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે. અહીં જોઈએ CM માટેના 5 સંભવિત નામો.
સૌથી આગળનું નામ નીતિશ કુમારનું છે. તેમના લાંબા રાજકીય અનુભવ અને પ્રશાસન પરની મજબૂત પકડને કારણે તેઓ ફરી CM પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. સુઝાનો અનુસાર JD(U)ને 70+ સીટો મળતી દેખાઈ રહી છે, જેનાથી નીતિશ કુમારનું CM પદ માટેનું દાવેદારી મજબૂત બને છે.
BJP તરફથી સમ્રાટ ચૌધરી મજબૂત ચહેરા બની રહ્યા છે. તેમની આક્રમક રાજકીય શૈલી અને સંગઠન પરની પકડ તેમને CM પદના મુખ્ય દાવેદાર બનાવે છે. BJPને 90+ સીટોની લીડ મળતા ગઠબંધનમાં BJPનું વજન વધી ગયું છે અને જો નીતિશ સાથે સમજૂતી ન બને તો સમ્રાટ ચૌધરી CM પદના સૌથી સશક્ત દાવેદાર બની શકે છે.
NDAમાં ત્રીજા મજબૂત ખેલાડી તરીકે ચિરાગપાસવાનનું નામ પણ ચર્ચામાં છે. યુવા ચહેરો હોવા છતાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. યુવા મતદારોમાં તેમની પકડ અને મોદી ફેક્ટર તેમને CM રેસમાં ગંભીર દાવેદાર બનાવે છે. ગઠબંધનનું સંતુલન જાળવવા તેઓ CM પદ પર દાવો કરી શકે છે.
JD(U)ના વિશ્વસનીય નેતા સંજય ઝા પણ દાવેદારોની સૂચિમાં છે. સંગઠનમાં તેમનો પ્રભાવ અને વ્યૂહાત્મક ક્ષમતાઓને કારણે તેઓ ચર્ચામાં છે. પાર્ટી સર્કલમાં એવી ચર્ચા છે કે જો BJP દબાણ કરે તો તેઓ ડેપ્યુટી CM અથવા મંત્રિમંડળમાં મહત્વપૂર્ણ ભૂમિકા મેળવી શકે છે.
શાંત અને સંતુલિત રાજકીય છબી ધરાવતા વિજય કુમાર ચૌધરી પણ ડેપ્યુટી CM પદ માટે મજબૂત વિકલ્પ છે. તેમની નીતિ-સમજ અને તેમની બેઠક પરનું સારું પ્રદર્શન JD(U)ને વધારાનો લાભ આપી રહ્યું છે.