દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ભારે ભીડ હતી. સાંજે લાલ કિલ્લા વિસ્તારમાં ભારે ભીડ હોય છે અને લોકો ફરવા માટે આવે છે. આ ઘટના લાલ કિલ્લાના મેટ્રો ગેટ નંબર 1 નજીક બની હતી.
મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ
દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી ત્રણથી ચાર વાહનોમાં પણ આગ લાગી હતી અને તેને નુકસાન થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘણી કારમાં આગ લાગવાથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાની સંભાવના છે. ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે છે.
ઘટનાસ્થળે ઘણી એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં 8 વાહનોને નુકસાન થયું છે. સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.