કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થશે અને 19 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.
કિરેન રિજિજુએ ટ્વિટ કરતાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 1 ડિસેમ્બર, 2025 થી 19 ડિસેમ્બર, 2025 સુધી (સંસદીય કાર્યકાળની આવશ્યકતાઓને આધીન) સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક રચનાત્મક અને સાર્થક સત્રની આશા છે જે આપણા લોકતંત્રને મજબૂત બનાવશે અને લોકોની આશાઓને પૂરી કરશે.
