Tuesday, Nov 4, 2025

અફઘાનિસ્તાન પછી રશિયામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

1 Min Read

સોમવારેનો દિવસ જાણે ભૂકંપ માટે જ નોંધાયો હોય એવું લાગ્યું. વહેલી સવારમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો, જેના ઝટકા ભારત અને પાકિસ્તાન સુધી અનુભવાયા હતા. ત્યારબાદ બપોરે રશિયામાં ભૂકંપે દસ્તક દીધી. કામચટકા ના પૂર્વી દરિયાકિનારે ધરતીકંપના ઝટકા અનુભવાયા. આ ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હોવાનું યુનાઈટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું. જ્યારે જર્મન ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) એ પણ સમાન તીવ્રતા જાહેર કરી છે. ભૂકંપની ઊંડાઈ લગભગ 24 કિલોમીટર હતી.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય
Share This Article