રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલા એર ફોર્સ સ્ટેશન પર રાફેલ વિમાનમાં ઉડાણ ભરી છે. રાફેલ લડાકુ વિમાનમાં ઉડાણ ભરવા માટે અંબાલા એર ફોર્સ સ્ટેશન પહોંચી હતી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ પણ અહીં હાજર છે. જણાવી દઈએ કે ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન રાફેલ લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
સુખોઈ-30થી કરી ચૂકી છે ફ્લાઈંગ
રાષ્ટ્રપતિ ભવન તરફથી મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલે હરિયાણાના અંબાલા જશે, જ્યાં તેઓ રાફેલ વિમાનમાં ઉડાણ ભરશે.” સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023ના રોજ અસમના તેજપુર વાયુસેના સ્ટેશનમાં સુખોઈ-30 એમકેઆઈ લડાકુ વિમાનમાં ઉડાણ ભરી હતી અને તેઓ આવું કરનારી ઓપરેશન સિંદૂરમાં જે રાફેલથી ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું હતું, તેમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભરી ઉડાણ ત્રીજી રાષ્ટ્રપતિ બની હતી.
ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસો એવિએશન દ્વારા બનાવવામાં આવેલા રાફેલ લડાકુ વિમાનને સપ્ટેમ્બર 2020માં અંબાલા વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું હતું. પ્રથમ પાંચ રાફેલ વિમાનોને 17મી સ્ક્વોડ્રન ‘ગોલ્ડન એરોઝ’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ વિમાનો 27 જુલાઈ, 2020ના રોજ ફ્રાન્સથી અહીં પહોંચ્યા હતા.