Wednesday, Oct 29, 2025

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, ડાંગરનો પાક પલળતા લાખોનું નુકસાન

3 Min Read

ગુજરાત રાજ્યમાં આગામી 10 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (માવઠા)ની આગાહીને પગલે તંત્ર અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર જાણે આફત તૂટી પડી છે, જેનાથી તેમની માઠી દશા બેઠી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ અણધાર્યા માવઠાને કારણે ખેતરોમાં ઊભેલા અને લણણી માટે તૈયાર થયેલા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરનો સમાવેશ થાય છે. અંદાજ મુજબ, આ વરસાદને લીધે લાખો હેક્ટરમાં વાવેલો કપાસ અને મગફળીનો પાક લગભગ તબાહ થઈ ગયો છે. અનાજ ઉપરાંત, કઠોળ, શાકભાજી અને બાગાયતી પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો પર દેવાનો બોજ વધી શકે છે અને તેમને વધુ આર્થિક ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ચોમાસા દરમ્યાન મેઘરાજા કયારેક મહેર કરી હેત વરસાવતા હોય છે, તો કયારેક કાળોકહેર બની કમોસમી વરસાદરૂપી વરસી જતા જનજીવન પર ખૂબ માઠી અસર જોવા મળતી હોય છે. ગુજરાતમાંથી હજુ તો થોડા દિવસ પૂર્વે જ ચોમાસાએ વિદાય લીધી છે, ત્યાંજ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ચારે તરફ કાળો કહેર વરસાવ્યો છે. ભાવનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં ચોમાસાની સીઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ વરસતા વાડી, ખેતરોમાં મગફળી, સરગવો, કપાસ, ડુંગળી, જુવાર જેવા પાકોમાં ખૂબ સારૂ ઉત્પાદન મળે એવી ખેડૂતોને આશા હતી. પરંતુ ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.

રાજ્યમાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત પર અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદ પડતાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરોમાં ઉભેલો કપાસ અને લણીને તૈયાર થયેલો મગફળીનો પાક કોહવાઈ ગયો ગયો છે. મહુવા 11 ઇંચ કરતા વધુ જ્યારે જેસર, સિહોર સહિતના તાલુકા પથમાં સૌથી વધુ નુકશાન થયું છે. સિહોર પંથકના ટાણા, વરલ, કાજાવદર, ખાંભા, ભડલી, દેવગણા, જાંબાળા, બોરડી સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઉભા પાકનો સોથ વળી ગયો છે. તેમજ ખેતરોમાં ખેડૂતોએ ખેંચીને રાખેલા મગફળીના પાથરા પણ પલળી જઈ કાળા પડી જતા આ પાક હવે પશુચારા માટે પણ કામનો ન રહેતા ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસતા ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ તૈયાર પાકને યાર્ડમાં વહેંચી સારી આર્થિક કમાણી કરવાની આશા પર કુદરતના કમોસમી વરસાદરૂપી પાણી ફરી વળતા ખેડૂતોએ સરકાર સામે મીટ માંડી છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ખેડૂતોના ખેતર સુધી પહોંચી ઝડપથી સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે

Share This Article