હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 152 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7.68 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વળી મહેસાણામાં 1 મિમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતના આ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું
અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ખેડા, ભરૂચ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડૂતો તેમની જણસી સલામત સ્થળે ખસેડે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના 21 તાલુકામાં 2 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યમાં કુલ 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 21 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના આંકડા નીચે કોષ્ટકમાં આપેલા છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| ભાવનગર | મહુવા | 7.68 |
| ભાવનગર | શિહોર | 5.04 |
| તાપી | સોનગઢ | 3.94 |
| અમરેલી | જાફરાબાદ | 3.74 |
| ગીર સોમનાથ | ઉના | 3.66 |
| સુરત | ઉમરપાડા | 3.66 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 3.11 |
| ભાવનગર | પાલિતાણા | 2.99 |
| નર્મદા | દેડિયાપાડા | 2.91 |
| ભાવનગર | ભાવનગર | 2.83 |
| નર્મદા | સાગબરા | 2.44 |
| ભાવનગર | ઉમરાળા | 2.13 |
| ડાંગ | સુબિર | 2.09 |
| અમરેલી | સાવરકુંડલા | 2.05 |
| નર્મદા | તિલકવાડા | 2.05 |
| નર્મદા | ગરુડેશ્વર | 2.01 |