પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વૃંદ દ્વારા સુરત ખાતે ગો.શ્રીઅનુરાગરાયજીના આત્મજ શ્રીષષ્ઠેશરાયજી શ્રીપુરૂષોત્તમરાયજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ભક્તિભાવ અને ઉમંગભેર ઢાઢી લીલા, રાસકર્તિન સંગે બધાઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય ‘બધાઈ ઉત્સવ’માં વૈષ્ણવોએ ભક્તિગીતો અને સહજ નૃત્ય દ્વારા રાસોત્સવ ભવ્ય મનોરથનો આનંદ લીધો સાથે આપશ્રીના આશીર્વચન ગ્રહણ કર્યા હતા.
સુરતમાં ગો.ષષ્ઠેશરાયજી પૂરુષોત્તમરાયજીના પ્રાગટ્ય ઉત્સવની ભક્તિમય ભવ્ય ઉજવણી