Thursday, Oct 23, 2025

રાજસ્થાનમાં ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા

2 Min Read

રાજસ્થાનના સીકરના શ્રીમાધોપુર વિસ્તારમાં એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશન નજીક ફુલૅરાથી રેવાડી જતી માલગાડીના કુલ 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અનેક ડબ્બા એકબીજા પર ચડી જતા રેલવે ટ્રેક સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો છે.

અકસ્માત બાદ રેલવે અધિકારીઓ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હાલ રેલવે કર્મચારીઓ ડબ્બાઓને ટ્રેક પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણે આ માર્ગ પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે.

બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી
રેલવે કર્મચારીઓ હાલમાં ડબ્બાઓને હટાવવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આ ટ્રેક પર હાલમાં ટ્રેન અવરજવર બંધ છે. રેલવે પ્રશાસને મુસાફરો અને સ્થાનિકોને ટ્રેક પર ન જવાની અને અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાની વિનંતી કરી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી. દુર્ઘટનાના કારણ અને ડબ્બાઓના નુકસાનનું આંકલન હજી ચાલુ છે.

દુર્ઘટનાના કારણો વિશે હજુ જાણ નથી
દુર્ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને તકનીકી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા. આખી રાત રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી, જેમાં રેલવે કર્મચારીઓએ પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવા માટે ક્રેન અને ભારે મશીનરીનો ઉપયોગ કર્યો. સંતોષની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કારણ જાણી શકાયું નથી.

રેલવે વ્યવહાર ખોરવાયો
આ દુર્ઘટનાના પરિણામે, રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેટલીકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ માહિતી આપી છે કે કાટમાળ હટાવવામાં કેટલાક કલાકોનો સમય લાગી શકે છે, જેના પછી જ સમારકામનું કામ શરૂ થઈ શકશે. સ્થાનિક પ્રશાસન પણ ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Share This Article