Friday, Oct 24, 2025

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડનાઈઝેશન: પ્રતિબંધિત રસ્તાની મુદત લંબાવી, માર્ગ માટે વૈકલ્પિક રસ્તા જાહેર

3 Min Read

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડનાઇઝેનના ભાગ રૂપે સુરત ઇન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ(SITCO) દ્વારા સુરત રેલ્વે સ્ટેશન આજુ-બાજુ બનાવવામાં આવનાર નવા ફ્લાય ઓવર-બ્રિજને વરાછા ફ્લાય ઓવર-બ્રિજ સાથે જોડવાની કામગીરી કરવાની હોવાથી પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા પ્રતિબંધિત રસ્તાની મુદત લંબાવી છે. જે અનુસાર સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીનો (સુરત શહેર તરફ જતો રસ્તો) એક તરફનો રસ્તો બ્રિજની કામગીરી કરવા માટે જાહેરનામાં પ્રસિદ્ધ થયે તારીખ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી સદર રૂટ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવે છે.

જેના માટેના વૈકલ્પિક રૂટ તરીકે, (A) હેવી ટ્રકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશન તરફથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો સેન્ટ્રલ વેરહાઉસથી ડાબી બાજુ વળી આગળ સીધા જઇ વસંતભીખાની વાડીથી જમણી બાજુવળી આશરે ૨૦ મીટર આગળ જઇ ડાબીબાજુ વળી આગળ સીધા જઈ નિર્મલ છાયા કંમ્પાઉન્ડથી જમણી બાજુવળી ત્રિકમનગર સોસાયટી તથા સિધ્ધાર્થ નગરખાયટી વચ્ચેથી પસાર થતા TP રોડ ઉપર આગળ જઈ ઉગમનગર ત્રણ રસ્તા (શ્યામજીભાઇ કાળીદાસની વાડી) પાસે આવેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી આગળ સીધા જઈ જે.બી.ડાયમંડ સર્કલથી ડાબી બાજુવળી આગળ સીધા જઇ લંબે હનુમાન પોલીસ ચોકીથી જમણી બાજુવળી આગળ સીધા જઈ પોદ્દાર આર્કેટથી ડાબી બાજુવળી આયુર્વેદિક ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જઇ શકશે.

(B) હેવી ટૂંકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશન તરફથી આવી ઉમિયામાતા સર્કલ, માનગઢ ચોક અને તેની આજુ-બાજુનાં વિસ્તારમાં જવા વાળા મીનીબજાર ત્રણ રસ્તાથી જમણી બાજુવળી માનગઢ ચોક ચાર રસ્તાથી જરૂરીયાત મુજબનાં પોતાનાં વિસ્તારમાં જઇ શકશે.

(C) હેવી ટ્રકો તથા ખાનગી લકઝરી બસો અગાઉ જાહેર થયેલા છુટછાટના સમયમાં પણ હિરાબાગ સર્કલથી આગળ મીનીબજાર અને સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તા, વૈશાલી સર્કલ તરફ (24 X 7) જઈ શકશે નહી.

(D)અગાઉ જાહેર થયેલા છુટછાટ મુજબના સમયગાળા દરમ્યાન સુરત શહેરમાં આવતી હેવી ટ્રકો અને લકઝરી બસો હિરાબાગ સર્કલથી જમણી બાજુ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર થઇ તેની આજુ-બાજુઅના વિસ્તારોમાં અને ગૌશાળા સર્કલ થઇ કતારગામ તરફ જઇ શકશે. તથા કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી હેવી ટ્રકો અને લકઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હિરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઇ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જુની બોમ્બે માર્કેટ થઇ સુરત શહેરમાં જઇ શકશે.

આ જાહેરનામું ફરજ પરનાં પોલીસ વિભાગના વાહનો, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ, ICના વાહનો અને સરકારી તમામ વાહનોને અવર-જવર કરવા માટે લાગુ પડશે નહિ. અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે. 

Share This Article