બિહારની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. મતદાન 6 અને 11 નવેમ્બરે થશે અને પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. ચૂંટણી પ્રક્રિયા 40 દિવસ ચાલશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ ચૂંટણીઓ માટે SIR હેઠળ મતદાન યાદી અપડેટ કરવામાં આવી છે. નામાંકન પહેલાં 10 દિવસ સુધી ખૂટતા નામો ઉમેરી શકાય છે. આવા મતદારોને નવા મતદાર કાર્ડ પ્રાપ્ત થશે.
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 74.3 કરોડ મતદારો
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 74.3 કરોડ મતદારો જોડાશે. તેમાંથી 39.2 કરોડ પુરુષો, 35.0 કરોડ મહિલાઓ અને 1725 ટ્રાન્સજેન્ડર છે. 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 40.4 કરોડ છે. 100 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 14,000થી વધુ છે. મહત્વની વાત એ છે કે, 14 લાખ વોટર પહેલીવાર વોટિંગ કરશે.
ચૂંટણી પંચે કહ્યું- મતદારોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
ચૂંટણી પંચના ડેટા અનુસાર, બિહારમાં કુલ 90,712 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ મથક સરેરાશ 818 નોંધાયેલા મતદારો છે. આમાંથી 76,801 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે, જ્યારે 13,911 શહેરી વિસ્તારોમાં સ્થિત છે. બધા મતદાન મથકો પર વેબકાસ્ટિંગ (100%) ઉપલબ્ધ છે. વધુમાં, મતદારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે 1,350 મોડેલ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.