મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો. પંઢણા નજીક અર્દલા ગામે કામચલાઉ પુલ પર પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી અચાનક તળાવમાં પડી જતા 13 લોકોનાં મોત થયા, જેમાં 8 છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આશરે 20થી 25 લોકો તળાવમાં ડૂબી ગયાના અહેવાલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે આ ઘટના બની હતી. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકતાં મુસાફરો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામલોકો અને બચાવ ટીમ તાત્કાલિક તળાવમાં કુદી પડ્યા. અંદાજે 10-15 લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.
બચાવ કામગીરી દરમિયાન JCBનો પણ સહારો લેવાયો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શી પ્રદીપ જગધનેએ જણાવ્યું કે જ્યાં ટ્રેક્ટર-ટ્રોલી પડી હતી ત્યાં લગભગ 50 ફૂટ ઊંડું પાણી હતું. “અમે નવ લોકોને બચાવ્યા અને તેમને પંઢણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બાદમાં તેમને ખંડવા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,”