સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે અદ્યતન સુવિધાઓ સ્થાપિત કરવામાં પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ અંદાજિત રૂ.૩૪.૯૯ લાખના ખર્ચે કતારગામ અલ્કાપુરી ખાતે નિર્મિત એર સ્મોગ ટાવરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કતારગામ અલ્કાપુરી ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ રૂ.૧.૨૮ કરોડના ખર્ચે ૪ ટાટા વિન્ગર બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્મોગ ટાવર શહેરીજનોને આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ પ્રદૂષણના દૂષ્પ્રભાવ સામે રક્ષણ આપશે. સુવ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાત્કાલિક આરોગ્યસહાય સુવિધાઓ આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગઈ છે.
સુરત શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈને એર સ્મોગ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. જે વાયુમાં રહેલા ઝેરી કણોને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે, જે શહેરની હવા વધુ શુદ્ધ અને નાગરિકોને શ્વાસ સંબંધિત રોગોથી બચાવવા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તેમજ શહેરીજનોને આપાતકાલિન સ્થિતિમાં ઝડપી અને યોગ્ય આરોગ્યસહાય મળી રહે તે અદ્યતન સાધનોથી સુસજ્જ એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ હતી.
આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, પુર્વે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સ્થાયી સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ, અગ્રણી પરેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
એર સ્મોગ ટાવરનો પરિચય:
આ Air Smog Tower એ ૪.૦ મીટર ઊંચાઇનું અને ૧.૮ મી. X ૧.૮ મી. વિસ્તારનો બેઝ ધરાવતું, સરળતાથી ખસેડી શકાય તેવું હવા શુદ્ધિકરણ કરવાનું ઉપકરણ છે. જે ૫૦ થી ૫૦૦-મીટર ત્રિજ્યામાં હવાની ગુણવત્તા સુધારવા માટે રચાયેલ છે. જે અદ્યતન ફિલ્ટરેશન અને આયનાઇઝર ટેકનોલોજીથી હવામાં રહેલ પ્રદૂષકોને દૂર કરે છે અને ગીચ શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરે છે, જે ધુમ્મસની વધતી જતી સમસ્યાઓનો ઉકેલ આપે છે.
એર સ્મોગ ટાવરની વિશેષતા:
આ એર સ્મોગ ટાવર, PM2.5 (2.5 માઇક્રોમીટર વ્યાસ સુધીના હોય તેવા કણો) અને PM10 (10 માઇક્રોમીટર સુધીના હોય તેવા કણો) જેવા હાનિકારક હવામાં રહેલા કણોને અસરકારક રીતે દૂર કરવા માટે અદ્યતન હાઇ-એફિશિયન્સી પાર્ટિક્યુલેટ એર (HEPA) ફિલ્ટરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
વધુમાં, આ Air Smog Tower માં ક્લાઉડ ડેટા ઇન્ટિગ્રેશન સાથે Air Quality Index, ભેજ, તાપમાન અને ફિલ્ટર સ્થિતિ સહિતનાં ડેટાઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરી શકાય છે.
એર સ્મોગ ટાવરની કાર્યપ્રણાલી:
આ એર સ્મોગ ટાવરનો એક વ્યાપક ચાર-તબક્કાની ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરીને, ટાવર તેમાંથી પસાર થતી હવાને વ્યવસ્થિત રીતે શુદ્ધ કરે છે, સૂક્ષ્મ ધૂળ, એલર્જન અને અન્ય પ્રદૂષકોને પકડી લે છે.