ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 12 ઓક્ટોબરે ગુજરાતના વિવિધ શહેરોના કેન્દ્રોમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવામા આવનાર છે.
ટેટ-1માં જે 90 મીનિટનો પરીક્ષા સમય હતો
ટેટ-1માં જે 90 મીનિટનો પરીક્ષા સમય હતો તેમાં વધારો કરીને 120 મિનિટ કરી દેવાયો છે. જ્યારે સામાન્ય શિક્ષકો માટેની ટેટ-1માં પણ હવે 30 મિનિટ વધારવા માટેની દરખાસ્ત છે. જે થોડા સમયમાં મંજૂર થઈ જશે.
ધો.6થી 8ની ટેટ-2 પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામા આવનાર છે
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષક એટલે કે સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ધો.1થી 5ની ટેટ-1 અને ધો.6થી 8ની ટેટ-2 પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામા આવનાર છે. આ બંને પરીક્ષા માટેના જાહેરનામા અગાઉ જાહેર કરી દેવાયા હતા. ત્યારે ટેટ-1 પરીક્ષાના જાહેરનામામાં પરીક્ષાનો સમયગાળો 90 મિનિટ હોવાનો ઉલ્લેખ હતો.
ટેટ-2માં 150 પ્રશ્નો સામે 120 મિનિટઆપવામા આવે છે
પરંતુ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે ટેટ-2માં 150 પ્રશ્નો સામે 120 મિનિટઆપવામા આવે છે. જેથી પરીક્ષા બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ટેટ-1માં પણ 90 મીનિટથી સમય વધારીને 120 મિનિટ કરી દીધો છે. આમ સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 પરીક્ષામાં 30 મિનિટ સમય વધતા સામાન્ય વિદ્યાર્થીઓના શિક્ષક માટેની ટેટ-1 માં પણ સમય વધારાશે.