ગુજરાતમાં જોત જોતામાં નવરાત્રી પુરી થઈ ગઈ છે. નવરાત્રીના છેલ્લા દિવસોમાં વરસાદથી ખલેલ પહોંચી હતી. જોકે, એકંદરે નવરાત્રી જોરદાર રહી છે. હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે ગુરુવારે દશેરાના દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે દશેરાના દિવસ માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.