વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ યુનિવર્સિટીના પ્રાર્થના હોલ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા અને કુલ સચિવ ડો. રમેશદાન ગઢવીની પ્રેરણાથી, તેમજ પત્રકારત્વ વિભાગના વડા ડો. મિહિર મોરીના વડપણ હેઠળ થયું હતું.

યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધ્યાપકો એ બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભરી ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન માતા આંબાની આરતી સાથે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરંપરાગત અને આધુનિક તાલ પર ગરબાઓનું આયોજન થયું. પરંપરાગત વાદ્યો સાથે, સર્વસમાવેશી અને સુરક્ષિત માહોલમાં મોટી સંખ્યામાં છાત્ર-છાત્રાઓ એ ભાગ લીધો.
ગરબાના આયોજન દ્વારા લોકકલા સંવર્ધન, ટીમ વર્ક અને સમૂહ પ્રત્યાયનના વ્યવહારુ કૌશલ્યો ઘડાય તેવો અનુભવ વિદ્યાર્થીઓને મળ્યો હતો. પરંપરાગત અને આધુનિક પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ રાસમાં વિશેષ ધ્યાન ખેંચ્યું હતુ. વિભાગ તરફથી જણાવાયું હતું કે આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં લોકસંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાગૃત કરવાનો છે, સાથે સાથે કાર્યક્રમ આયોજન, પબ્લિક રિલેશન્સ અને મીડિયા કવરેજ જેવી પ્રાયોગિક કુશળતાઓ વિકસાવવાનો પણ છે.