Sunday, Oct 26, 2025

રાજગરી ગામની મહિલાઓએ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો: પોસ્ટકાર્ડ દ્વારા અભિનંદન

1 Min Read

ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે ધી રાજગરી દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળી લિ.ની મળેલી ૬ઠ્ઠી વાર્ષિક સામાન્ય સભામાં મંડળીના મહિલા સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા હતા.

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે પ્રવર્તતી લોકલાગણીને પોસ્ટકાર્ડ મારફતે તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોના કારણે છેવાડાના માનવીને ઘણો ફાયદો થયો હોવાથી પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે. આ પગલાઓના પરિણામરૂપે સહકારી મંડળીઓને અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો સભાસદોને સીધો લાભ મળ્યો છે. તાજેતરમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો જેમ કે અમેરિકાથી કૃષિ-ડેરી આયાત પર પ્રતિબંધ અને જીએસટીમાં ઘટાડો દેશના દૂધ ઉત્પાદકો, નાના ખેડૂતોએ અને સહકારી મંડળીઓએ હર્ષપૂર્વક આવકાર્યા છે.

Share This Article