Sunday, Oct 5, 2025

તમિલ અભિનેતા વિજયની રેલીમાં મચેલી ભાગદોડમાં 29 લોકોના મોત, અનેક લોકો થયા ગુમ

2 Min Read
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને ટીવીકેના વડા વિજયની રેલીમાં એક મોટો દુર્ઘટના સર્જાઈ છે. કરૂરમાં આયોજિત વિજયની રેલીમાં લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી અને ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી ગચી. જેના કારણે 10 લોકોના શ્વાસ રૂંધાવાને કારણે મોત થયા છે. જ્યારે અનેક લોકોએ પોતાનાથી સંપર્ક ગુમાવ્યો છે, જેમા બાળકો પણ સામેલ છે. અનેક બાળકો પણ ગુમ હોવાની વિગતો સામે આવી છે. રેલીમાં એટલી ભીડ એટલી વિશાળ હતી કે અનેક લોકોના બેભાન થવાની ખબરો સામે આવી રહી છે.

આ ઘટના ત્યારે બની જ્યારે વિજય કરુરમાં ભાષણ આપી રહ્યા હતા. ટીવીકેના વડા વિજયે તેમનું ભાષણ અટકાવી કાર્યકરોને પાણીની બોટલો આપી. ભીડને એમ્બ્યુલન્સ માટે રસ્તો છોડવા વિનંતી કરી. આ દરમિયાન રેલીમાં એક 9 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ. વિજયે કાર્યકરો પાસે તેણીને શોધવામાં મદદ માંગી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કરુર ઘટના પર ચિંતા વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કર્યું કે તેમણે પૂર્વ મંત્રી વી. સેન્થિલબાલાજી, આરોગ્ય મંત્રી મા. સુબ્રમણ્યમ અને જિલ્લા કલેક્ટરને બેભાન થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર ઉપબલ્ધ કરાવવા માટેના નિર્દેશ આપ્યા છે. તેમણે તિરુચિરાપલ્લીના મંત્રી અનબિલ મહેશને રાહત કામગીરીમાં શક્ય તમામ સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ એડીજીપીને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી કરવા પણ કહ્યું. તેમણે જનતાને ડોકટરો અને પોલીસને સહયોગ આપવા અપીલ કરી.

Share This Article