Wednesday, Oct 29, 2025

સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ

1 Min Read

સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. ગોડાદરા વિસ્તારમાં ગેરેજમાં ઉભી કારનો પાછળનો કાચ તૂટેલો હાલતમાં મળ્યો હતો. આ ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા. ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંઘ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ગેરેજનો માલિક છે. ગેરેજના માલિક ખેતપાલ રાજપુરોહિતના જણાવ્યા મુજબ, આ ઘટના 21 સપ્ટેમ્બર રાત્રે 8:30 થી 9:20 વચ્ચે બની હતી. ઉપદેશ રાણાની સફેદ ટાટા હેરિયર (GJ-05-RN-2626) કારમાં તોડફોડ કરવામાં આવી છે. ગેરેજ માલિકે કારનો તૂટેલો કાચનો વીડિયો બનાવીને ઉપદેશ રાણાને મોકલ્યો હતો. ઘટના અંગે જાણ થતા ઉપદેશ રાણાએ પોલીસને માહિતી આપી હતી. ગોડાદરા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ ગુનેગારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે.

ગેરેજના માલિકે વધુમાં જણાવ્યુ કે, 21 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે, તેઓએ તેમના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી તમામ ફોર-વ્હીલર ગાડીઓને બહાર કાઢીને રાધે-શ્યામ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મૂકી હતી. રાત્રિના આશરે 9:30 વાગ્યે જ્યારે તેઓ ગેરેજ બંધ કરી રહ્યા હતા અને એક પછી એક ગાડીઓને અંદર મૂકી રહ્યા હતા, ત્યારે તેમને એક સફેદ ટાટા હેરિયર ગાડી (રજી. નંબર GJ-05-RN-2626) નો પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો.

Share This Article