Tuesday, Oct 28, 2025

સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

3 Min Read

સુરતમાં બોર્ડ અને યુનિવર્સિટીની નકલી માર્કશીટ તથા સર્ટિફિકેટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બે આરોપીઓની વરાછા વિસ્તારના પોદાર આર્કેડ પાસેથી ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને 22 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ સુરતમાં શૈક્ષણિક ક્ષેત્રે નકલી દસ્તાવેજોના ગેરકાયદેસર વેચાણની ગંભીર સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે, અને ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંતરરાજ્ય કૌભાંડની શક્યતા દેખાઈ રહી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે બોની વિનોદભાઈ તાળા (28 વર્ષ) અને વૈભવ અશ્વિનભાઈ તાળાની (22 વર્ષ) ધરપકડ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઓની તાળા સરથાણા વિસ્તારના વેસ્ટન પ્લાઝામાં આવેલી આરંભ એજ્યુકેશન નામની સંસ્થામાં વિઝા સર્વિસનું કામ કરતો હતો. તેણે અન્ય આરોપી વૈભવ તાળા સાથે મળીને જુદા જુદા વિદ્યાર્થીઓ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર ઓર્ડની નકલી માર્કશીટ તેમજ વિવિધ યુનિવર્સિટીઓના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવ્યા હતા. આ નકલી દસ્તાવેજો ફનીલ વીરડીયા નામના વિદ્યાર્થી મારફતે અન્ય વિદ્યાર્થીઓને વેચવામાં આવતા હતા, જેનો ઉપયોગ મોટે ભાગે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ કે વર્ક વિઝા મેળવવા માટે થતો હતો.

ક્રાઈમ બ્રાન્યની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવા માટે એક સુનિયોજિત નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. આ દસ્તાવેજો બનાવવા માટેની સામગ્રી અને સપ્લાય ચેનની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આંતરરાજ્ય કનેક્શનની શક્યતા પણ તપાસાઈ રહી છે. અગાઉ, 28 માર્ચ 2024ના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આવા જ એક કૌભાંડનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ સુરત ક્રાઈમ આન્યને સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વધુ ખુલાસા થયા, જેના આધારે આ બે આરોપીઓની પરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ બોની તાળા અને વૈભવ તાળા, નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના વેચાણમાં સીધી રીતે સંડોવાયેલા હોવાનું જણાયું છે. બોની તાળા વિઝા કન્સલ્ટન્સીના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતો. વૈભવ તાળા તેનો સાથી હતો. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને તેમના 22 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી નકલી દસ્તાવેજોના સ્ત્રોત, તેમના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ કૌભાંડનું વ્યાપ વધુ મોટું હોવાનું સામે આવ્યું છે. અગાઉના સમાન કેસોમાં, જેમ કે ઉત્રાણ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓની નકલી માર્કશીટ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ વિદેશમાં વર્ક વિઝા અને ઉચ્ચ શિક્ષણ માટે થતો હતો. જેના માટે આરોપીઓ 80,000થી 1.40 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બિહાર અને દિલ્હી સુધીના કનેકશન પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે આ રાજ્યોમાં તપાસ માટે ટીમો મોકલી છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓ અને વિઝા કન્સલ્ટન્સીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આંતરરાજ્ય કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ જરૂરી છે.

Share This Article