Thursday, Oct 23, 2025

‘મને પાકિસ્તાનમાં ઘર જેવું લાગે છે’: સેમ પિત્રોદાનું વિવાદાસ્પદ નિવેદન

2 Min Read

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના મિત્ર અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોદાના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘર જેવો જ અનુભવ થાય છે. એટલું જ નહિ તેમણે ભારતની વિદેશ નીતિ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિનું ફોકસ તેના પડોશી દેશ પર હોવું જોઈએ.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સામ પિત્રોડાએ કહ્યું હતું કે, ‘મારા મતે, આપણી વિદેશ નીતિ ‘પહેલા પાડોશી’ પર કેન્દ્રિત હોવી જોઈએ. શું આપણે ખરેખર આપણા પાડોશીઓ સાથેના સંબંધો સુધારી શકીએ? તેઓ બધા નાના છે, બધાને મદદની જરૂર છે, તેઓ બધા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને લડવાની જરૂર નથી. હા, હિંસાની સમસ્યા છે, આતંકવાદની સમસ્યા છે…’

આ દરમિયાન તેમણે આગળ કહ્યું કે, ‘હું પાકિસ્તાન ગયો અને હું તમને કહું કે મને ત્યાં ઘર જેવું લાગ્યું. હું બાંગ્લાદેશ ગયો, હું નેપાળ પણ ગયો અને મને ઘર જેવું લાગ્યું. મને એવું ન લાગ્યું કે હું વિદેશમાં છું…’

સેમ પિત્રોદાના વિવાદિત નિવેદનો

  • ચીન પર નિવેદન: સેમ પિત્રોદાએ એક વખત કહ્યું હતું કે ચીનનો ખતરો ઘણી વાર વધારીને બતાવવામાં આવે છે. તેમણે સૂચન કર્યું હતું કે ભારતે ચીનને દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ અને સહકાર પર ધ્યાન આપવું જોઈએ.
  • વંશીય ટિપ્પણી: સેમ પિત્રોદાએ ભારતીય લોકોના રંગ-રૂપ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના લોકો ચીની જેવા લાગે છે અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા લાગે છે. આ નિવેદન પર પણ ભાજપે કોંગ્રેસને ઘેર્યું હતું.
  • પુલવામા હુમલો: સેમ પિત્રોદાએ પુલવામા હુમલા અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે આ હુમલામાં માત્ર આઠ લોકો સામેલ હતા.
  • રામ મંદિર: જૂન, 2023માં સેમ પિત્રોદાએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યું હતું.
Share This Article