યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે નવરાત્રી દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો આરતી અને દર્શનનો આનંદ લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે.
જોઈ લો વિગતવાર કાર્યક્રમ
દર વર્ષની જેમ આ વર્ષના પણ આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નિજ મંદીર પ્રથમ દિવસે સવારે 5:00 વાગે દર્શન માટે ખુલશે અને રાતે 8:00 મંદીર દ્વાર બંધ થશે. બીજા નોરતાથી ચોથા નોરતા સુધી નિજ મંદીરના દ્વાર દર્શન માટે સવારે 6:00 વાગે ખુલશે અને રાતે 8:00 વાગે બંધ થશે. પાંચમા નોરતે સવારે 5:00 વાગે દ્વાર ખુલશે અને 8:00 વાગે બંધ થશે. છઠ્ઠા નોરતે સવારે 4:00 મંદીરના દ્વાર ખુલશે અને 8:00 વાગે બંધ થશે. સાતમ અને આઠમ બન્ને દિવસે સવારે 5:00 વાગે દ્વાર ખુલશે. નોમ અને દશમના નોરતે સવારે 6:00 મંદીરના દ્વાર ખુલશે અને રાતે 8:00 વાગે બંધ થશે.