આધુનિક દુનિયામાં લોકો પોતાનો જીવનસાથી શોધવા માટે ડેટિંગ એપ અથવા મેટ્રિમોનિયલ સાઈટની મદદ લેતા હોય છે, આ ઉપરાંત કેટલાય લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાનો મનપસંદ સાથે શોધવા નીકળી પડતા હોય છે, પણ તેનાથી અલગ અમેરિકામાં એક છોકરીએ પોતાના માટે ભારતીય પતિ શોધવા થોડી અલગ રીત અપનાવી હતી. તેની રીત એટલી ખાસ હતી કે અમુક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો.
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં એક છોકરી અમેરિકાના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેયર પર હાથમાં એક પ્લે કાર્ડ લઈને ઊભી છે. તેના આ પ્લેકાર્ડ પર ભારતીય પતિની શોધ એવું લખેલું છે. ત્યાર બાદ ત્યાં સ્પાઈડર મેનનો સૂટ પહેલી ફરી રહેલો એક વ્યક્તિ મહિલાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિકત કરે છે. સોશિયલ મીડિયા પર આ રીલ ખૂબ વાયરલ થઈ રહી છે. તેને લઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
આ રીલ વાયરલ થયા બાદ કોમેન્ટ સેક્શનમાં લોકોને સૌથી મોટો સવાલ એ હતો કે આખરે આ છોકરી કોણ છે, જો કે તેની ઓળખ છતી કરવામાં આવી નથી. ત્યાર બાદ લોકોએ બીજો સવાલ કર્યો કે આખરે આ છોકરીને ભારતીય પતિ જ કેમ જોઈએ. તેનો જવાબ આપતા લોકો કહી રહ્યા છે કે ભારતીય પુરુષો પારિવારિક અને પરંપરાઓનું સન્માન કરનારા હોય છે. આવા સમયે બની શકે કે તે તેમની આ ખાસિયતથી પ્રભાવિત થઈને ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા માગતી હોય. તો વળી ઘણા લોકો આ તર્કની મજાક ઉડાવતા કહે છે કે બોલિવૂડ ફિલ્મો, ક્રિકેટ સ્ટાર અને ભારતીય ભોજને આ છોકરીના વિચારોને પ્રભાવિત કર્યા હશે.