Tuesday, Sep 16, 2025

પાંડેસરામાં બાળકોની હોસ્પિટલમાં મારામારીની ઘટના, દર્દીના સગાએ ડોક્ટરને ફડાકા ઝીંક્યા

2 Min Read

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન બાળકોની હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે. દર્દીના સગાએ હોસ્પિટલમાં આવીને ડોક્ટરને તમાચા ઝીકી દીધા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ડોક્ટર દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

ડો. ડ્રીમ પટેલએ જણાવ્યું હતું કે મારા આસિસ્ટન્ટ ડોક્ટરનું નામ મનોજ પ્રજાપતિ છે.ગતરોજ સાંજે એક પેશન્ટ આવ્યું હતું જેણે ઘરે ઉંદર મારવાની દવા પીધી હતી, અને અમે પ્રાઈવેટના પ્રોટોકોલ પ્રમાણે રીલેટીવને સમજાવ્યું હતું કે તમારે 24 થી 48 કલાક ઓબઝ્ર્વેશનમાં એડમિટ થવું પડે અને કોઈ પણ કોમ્પ્લીકેશન હોય તો હોસ્પિટલમાં ખ્યાલ આવે, કોઈક વાર એવું થાય કે બાળકને તકલીફ થાય કે ઓક્સીજન ઓછું થવા માંડે, ધબકારા ઓછા થાય તો મોટી હોસ્પિટલમાં પણ મોકલવું પડે. જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ, એમણે કીધું કે મારે એડમીટ થવું નથી અને ફાઈલ લઈને ચાલ્યા ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય બાદ દર્દીના રીલેટીવ પાછા આવ્યા અને મારા આસિસ્ટન્ટ ડોક્ટરને 10 થી 12 વાર તમાચા માર્યા હતા. સ્ટાફ સાથે મગજમારી અને ગાળાગાળી કરી હતી. અમે દર્દીને શાંતિથી સમજાવ્યું હતું કે તમારે એડમીટ થવાની જરૂર છે એ દર્દી બીજા હોસ્પિટલમાં ગયું ત્યાં પણ તેને આ જ સમજાવવામાં આવ્યું હતું અને ત્યાં પણ તેણે મગજમારી કરી હતી. અમે ઈચ્છે છે કે પોલીસ આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરે. અમે પોલીસ મથકે ગયા હતા અને લેખિતમાં અરજી લીધી છે.

Share This Article