નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI પેમેન્ટ્સને લઈને મોટો ફેરફાર કર્યો છે. NPCIએ UPI દ્વારા થતી પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ચુકવણી માટે દૈનિક ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, જેનો હેતુ મહત્ત્વનાં ક્ષેત્રોમાં મોટાં ચુકવણાં સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. જોકે પર્સન-ટુ-પર્સન (P2P) ચુકવણીની દૈનિક મર્યાદા રૂ. એક લાખ જ રહેશે.
૧ | કેપિટલ માર્કેટ ટી | ₹ ૫ લાખ | ₹ ૧૦ લાખ |
---|---|---|---|
૨ | વીમો | ૫ લાખ | ૧૦ લાખ |
૩ | સરકારી ઈ-માર્કેટ પ્લેસ (EMD ચુકવણીઓ) | ૫ લાખ | ૧૦ લાખ |
૪ | પ્રવાસ | ૫ લાખ | ૧૦ લાખ |
૫ | ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણીઓ | ૫ લાખ | ૬ લાખ |
૬ | સંગ્રહો | ૫ લાખ | ૧૦ લાખ |
૭ | વ્યવસાય/વેપારી (પૂર્વ-મંજૂર ચુકવણીઓ સહિત) | ૫ લાખ | NA |
8 | ઝવેરાત | ૨ લાખ | ૬ લાખ |
૧૦ | BBPS પ્લેટફોર્મ સાથે FX રિટેલ ઉપયોગ કેસ | ૫ લાખ | ૫ લાખ |
૧૧ | ટર્મ ડિપોઝિટ માટે ડિજિટલ એકાઉન્ટ ખોલવું | ૫ લાખ | ૫ લાખ |
૧૨ | ડિજિટલ ખાતું ખોલવું – પ્રારંભિક ભંડોળ | ૨ લાખ | ૨ લાખ |
NPCI એ કહ્યું છે કે સભ્ય, એપ્લિકેશન્સ અને PSP એ 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં તેનું પાલન સુનિશ્ચિત કરવું આવશ્યક છે. 24 ઓગસ્ટ 2024 ના રોજ, NPCI એ કર ચૂકવણી સાથે જોડાયેલી શ્રેણીઓ હેઠળની સંસ્થાઓ માટે પ્રતિ વ્યવહાર મર્યાદા વધારીને 5 લાખ કરી. “UPI એક પસંદગીની ચુકવણી પદ્ધતિ તરીકે ઉભરી રહ્યું હોવાથી, UPI માં વ્યવહારોની વધારાની શ્રેણીઓ માટે પ્રતિ વ્યવહાર મર્યાદા વધારવાની બજારમાં આવશ્યકતાઓ છે.
NPCIએ તમામ બેંકો, UPI એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને આ નવા નિયમો 15 સપ્ટેમ્બરથી લાગુ કરવા સૂચના આપી દીધી છે. જોકે, બેંકોને તેમની નીતિઓ અનુસાર અમુક મર્યાદા નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે.