નેપાળમાં હિંસક પ્રદર્શન દરમિયાન અનેક ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલાનો દાવો છે કે, ભીડ તેની પાછળ દંડો લઈને દોડી રહી હતી અને તે માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત કેરળમાંથી જ 40થી વધુ લોકો નેપાળમાં ફસાયેલા છે.
રડતા રડતા માગી રહી છે મદદ
આ વીડિયોમાં યુવતી રડતા રડતા ભારત સરકાર પાસે મદદ માગી રહી છે. યુવતીએ પોતાનું નામ ઉપાસના ગીલ કહ્યું છે અને નેપાળમાં જે સ્થિતિમાં તે રહે છે તે વિશે રડતા રતડા તે જણાવી રહી છે.
યુવતી કહે છે કે તે અહીંયા સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે આવી હતી. તે જ્યારે સ્પા હતી ત્યારે તેની હોટેલ આખી સળગાવી નાખી, તેનો સામાન તો ગયો અને સ્પામાં પણ લોકોએ હુમલો કર્યો હતો અને મોટા દંડા લઈ ટોળું પાછળ પઢ્યું હતું. તે ગમે તેમ કરી જીવ બચાવી નીકળી ગઈ. હવે તે ખરાબ રીતે ફસાઈ ગઈ છે.
યુવતીએએ પ્રફુલ ગર્ગનું નામ બોલ્યું છે જે જર્નાલિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે તે ભારતીય દુતાવાસને મદદની આજીજી કરે છે. યુવતી નેપાળના પોખરામા ફસાઈ છે. ઉપાસનાના જણાવ્યા અનુસાર અહીં પર્યટકો પણ સુરક્ષિત નથી. હિંસક ટોળુ ગમે તેના પર હુમલો કરે છે. આગ લગાવે છે અને હાલાત ખૂબ જ ખરાબ છે તેમ આ યુવતી રડતા રડતા કહે છે.
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘એ પણ ધ્યાનમાં આવ્યું છે કે અધિકારીઓએ કાઠમાંડુ અને નેપાળના અન્ય ઘણાં શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં હાજર ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અને નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.’ નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસી જતાં, ભારતે તેના નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી ત્યાંની તેમની યાત્રા ટાળવા માટેની અપીલ કરી છે.
વિદેશ મંત્રાલયે આ મુદ્દે જણાવ્યું કે, ‘નેપાળમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી નેપાળની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના વર્તમાન રહેઠાણ સ્થળોએ રહે, રસ્તાઓ પર બહાર નીકળવાનું ટાળે અને ખૂબ જ સાવધાની રાખે. તેમને નેપાળ અધિકારીઓ અને કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સુરક્ષા સલાહકારોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.’