Saturday, Sep 13, 2025

નવરાત્રી માટે બેસ્ટ બજેટ-ફ્રેંડલી ઓક્સિડાઇઝ્ડ જવેલરી, પહેરશો તો આકર્ષક લાગશે!

2 Min Read

નવરાત્રી નજીક આવતાની સાથે જ છોકરીઓ અને મહિલાઓ ખરીદી કરવાનું શરૂ કરે છે. આ વર્ષે નવરાત્રી 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ રહી છે. તો જો તમે પણ નવરાત્રીના ખાસ પ્રસંગે ચણીયા ચોળી, લહેંગા, સાડી અથવા સૂટ પહેરવા જઈ રહ્યા છો અને તેમની સાથે પહેરવા માટે આકર્ષક જ્વેલરી શોધી રહ્યા છો, અહીં કેટલાક જવેલરીના ઓપ્શન આપ્યા છે.

નવરાત્રીમાં પહેરી શકાય એવા ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીના ઓપ્શન અહીં જણાવ્યા છે અને સૌથી ખાસ વાત એ છે કે આ જ્વેલરી સેટની ડિઝાઇન એટલી આકર્ષક છે કે તમે પહેરશો લોકો વખાણ કરતા રહેશે.

બેસ્ટ બજેટ-ફ્રેંડલી ઓક્સિડાઇઝ્ડ જવેલરી

  • ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સ : આ ક્લાસિક છે અને ક્યારેય ફેશનની બહાર જતા નથી. તે લાંબા અને ગોળ ડિઝાઇનમાં આવે છે અને સાડી કે કુર્તા સાથે ખૂબ જ સુંદર લાગે છે.
  • ઓક્સિડાઇઝ્ડ નેકલેસ : ગળાની નજીક લટકતા ચોકર નેકલેસ સાડી અથવા ઓફ-શોલ્ડર ટોપ સાથે ખૂબ જ સુંદર લાગે છે. આના પર ફ્લોરલ અથવા ભૌમિતિક ડિઝાઇન હોય છે.
  • લેયર્ડ નેકલેસ: આજકાલ એકસાથે ઘણી બધી ચેઈન પહેરવાનો ટ્રેન્ડ છે. તમે અલગ અલગ લંબાઈના બે કે ત્રણ ઓક્સિડાઇઝ્ડ નેકલેસ મિક્સ કરીને પહેરી શકો છો.
  • ઓક્સિડાઇઝ્ડ વીંટી અને બ્રેસલેટ: તમે તમારી આંગળીના આધારે એક મોટી વીંટી અથવા ઘણી નાની વીંટી પહેરી શકો છો. આ વીંટીઓ સામાન્ય રીતે ફૂલો, પાંદડા અથવા પ્રાણીઓની ડિઝાઇનમાં આવે છે.

નવરાત્રી માટે તેને કેવી રીતે સ્ટાઇલ કરવી?
જો તમે નવરાત્રી દરમિયાન લાલ, સફેદ કે સોનેરી રંગની સાડી કે લહેંગા પહેરો છો, તો આ જ્વેલરી તમારા લુકને એક અનોખો અને સમૃદ્ધ લુક આપશે.ધ્યાનમાં રાખો કે આ એક હેવી નેકલેસ સેટ છે, તેથી તેની સાથે વધુ પડતી એક્સેસરીઝ ન પહેરો, કારણ કે તે તમારા લુકને બગાડી શકે છે. જો તમે ઇચ્છો તો, તમે આ સેટ સાથે બેંગલ્સ અથવા ફક્ત માંગ ટિક્કા પહેરી શકો છો.

Share This Article