Sunday, Dec 21, 2025

ઉપરાષ્ટ્રપતિ માટે આજે ચૂંટણી, જાણો પરિણામ ક્યારે આવશે?

1 Min Read

જગદીપ ધનખરના રાજીનામાં બાદ ખાલી પડેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદ ભવનમાં મતદાન થશે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. આજે સાંજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે.

કોંગ્રેસ નેતાઓએ મતદાન કર્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ નેતા નીતિન ગડકરી એકબીજાના હાથ પકડીને મતદાન કરતા જોવા મળ્યા હતા.

અપક્ષ સાંસદો મતદાનનો બહિષ્કાર કર્યો
પંજાબના ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે.

અખિલેશ યાદવે ભાજપ કર્યા પ્રહાર
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, ‘આ મત અંતરાત્મા પર નાખવામાં આવે છે. આખો દેશ જાણે છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે લોકોનો ઉપયોગ કરે છે. પહેલા તેમનો ઉપયોગ કરો, પછી તેમને બરબાદ કરો. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ આવું જ બન્યું છે. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.’

Share This Article