મુંબઈના દહિસર પૂર્વમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક મહિલાનું મોત થયું અને 18 અન્ય ઘાયલ થયા. શાંતિ નગરમાં ન્યૂ જનકલ્યાણ સોસાયટીના સાતમા માળે બપોરે 3 વાગ્યાની આસપાસ આગ લાગી. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ખામીયુક્ત ઇલેક્ટ્રિક વાયરને કારણે તે ભોંયરામાં શરૂ થઈ હતી અને ઇમારતના ઇલેકિટ્રકલ ડકટ દ્વારા ઉપર તરફ ફેલાઈ ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 માળની ઇમારતમાં લાગેલી આગમાંથી 36 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 19 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રોહિત હોસ્પિટલમાં દાખલ કરાયેલા સાત લોકોમાંથી એક મહિલાનું મોત થયું છે. આમાંથી એક પુરુષની હાલત ગંભીર છે. અન્ય લોકોની હાલત સ્થિર છે. ઘાયલોમાંથી દસને નોર્ષન કેર હોસ્પિટલમાં અને એક-એકને પ્રગતિ હોસ્પિટલ અને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.