Sunday, Dec 21, 2025

આતંકવાદી ષડયંત્ર કેસમાં NIA દ્વારા પાંચ રાજ્યોમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા

2 Min Read

દેશમાં આતંકવાદી પ્રવૃતિ ચલાવવાના ષડ્યંત્ર સામે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આજે સોમવારે સવારે NIAની ટીમોએ જમ્મુ અને કાશ્મીર સહીત પાંચ રાજ્યોમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. અહેવાલ અનુસાર, આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસની તપાસ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં કેટલાક સ્થળોએ NIAની ટીમો પહોંચી છે. દેશની આંતરિક સુરક્ષા સામે જોખમ મામલે તપાસ કરવામાં આવી રહી છે. NIAની એક ટીમ બારામુલ્લાના જંગમ ગામમાં પહોંચી હતી. અહેવાલ મુજબ અહીં રાશિદ લોનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે!
અહેવાલો અનુસાર, સોમવારે સવારે NIAની એક ટીમે બારામુલ્લા જિલ્લાના પટ્ટન શહેરના જંગમ ગામમાં પણ દરોડા પાડ્યા હતા. અહીં ટીમે સંબંધિત તપાસના ભાગ રૂપે ઉમર રશીદ લોનના ઘરે દરોડા પાડ્યા હતા. હાલમાં સમગ્ર મામલે NIA તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

NIAની આ કાર્યવાહી એવા સમયે આવી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. તે અહીં પૂર પછીની પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. જો કે, તેમની જમ્મુ મુલાકાતની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

NIAને બિહારમાં મળી સફળતા:
તાજેતરમાં NIAને બિહારમાં મોટી સફળતા મળી હતી. શુક્રવારે બિહારના ગોપાલપુરથી ખાલિસ્તાની આતંકવાદી શરણજીતને પકડી પાડવામાં આવ્યો હતો. શરણજીત અમૃતસરના સુવર્ણ મંદિરમાં ગ્રેનેડ હુમલાના કેસમાં આરોપી છે.

Share This Article