Sunday, Sep 14, 2025

પંચમહાલ: પાવાગઢ ગુડસ રોપ-વે તૂટતા 6 લોકોના મોત

1 Min Read

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. રોપવેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુડ્સ રોપ-વે નો ઉપયોગ પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો.

Share This Article