Monday, Nov 3, 2025

Air India : દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, 161 મુસાફરો સવાર હતા

2 Min Read

એર ઇન્ડિયાની દિલ્હી-ઇન્દોર ફ્લાઈટનું ઈન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એન્જિનમાં ટેકનિકલ ખામી જણાતાં પાયલોટ દ્વારા ATC ને જાણ કરવામાં આવી હતી. વિમાનમાં 161 મુસાફરો સવાર હતા. સુરક્ષાના કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ATC કંટ્રોલ તરફથી માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમોને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી.

ઇન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મળતી માહિતી પ્રમાણે, દિલ્હીથી ઇન્દોર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-1028 ના પાઇલટને લેન્ડિંગ પહેલાં એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમે એરપોર્ટ પર જવાબદારી સંભાળી લીધી. સદનસીબે, વિમાનને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે દિલ્હીથી ઇન્દોર આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

એટીસી કંટ્રોલ તરફથી માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. વિમાન સવારે 09.54 વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. વિમાન હાલમાં રનવે-02 પર પાર્ક કરવામાં આવ્યું છે અને ટેકનિકલ ટીમ ખામીની તપાસ કરી રહી છે.

આ વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું જેમાં એકમાત્ર મુસાફર સિવાય બધાના મોત થયા હતા. લંડન જતી વિમાનના બંને એન્જિન ટેકઓફ થયા પછી તરત જ બંધ થઈ ગયા હતા. વિમાન મેડિકલ કોલેજ કેમ્પસમાં પડી ગયું હતું. ઘટનાસ્થળે હાજર ઘણા લોકો પણ તેની અસરથી મૃત્યુ પામ્યા હતા.

Share This Article