Tuesday, Nov 4, 2025

એક જ રાતમાં 8 ગણેશ પંડાલોમાં ચોરી, મૂર્તિઓને ખંડિત કરતા લોકોમાં રોષ ફૂટ્યો

1 Min Read

સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે. જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે. મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં કરી ચોરી. ગણેશ પંડાલમાં ફક્ત ચોરીથી ના અટકતા તસ્કરોએ મૂર્તિઓ પણ ખંડિત કરી. ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા અને પંડાલોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘટનાની પોલીસને જાણ કરાઈ.

સુરતમાં ગણેશ પંડાલમાં તસ્કરોએ કરી લૂંટ
પોલીસે મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં થયેલ ચોરીને લઈને કડક તપાસ હાથ ધરી. ગણેશ પંડાલમાં ચોરી થયાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંડાલ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં પંડાલમાં કરાયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી.

ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા
પોલીસે ગણેશ પંડાલની ચોરીમાં તત્કાલ એકશનમાં આવતા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમોની ઓળખ કરી. દરમિયાન સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મળી આવ્યા. પોલીસે આરોપીઓને ઝડપી ચોરીનો મુદ્દા માલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી.

Share This Article