Thursday, Oct 23, 2025

વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેંકવાના કેસમાં કાવતરાખોર સાદિકા સિંધીની ધરપકડ

2 Min Read

વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેકવાના મુદ્દે શહેર પોલીસ ગુનેગારોમાં ડર પેદા થાય તે રીતે ત્વરીત કાર્યવાહી કરી રહી છે જેથી આવા તત્વો કોઇની લાગણી ના દુભાય તેવા કૃત્યો ના કરે. આ મામલે પોલીસ એક પછી એક આરોપીઓને ઝડપી રહી છે. આજે શહેર પોલીસે મુખ્ય આરોપી જુનેદની માતા સાદિકા સિંધીની ધરપકડ કરી હતી.

સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા
વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાના ચકચારી બનાવમાં પોલીસે કાવતરાખોર સાદિકા સિંધીની ધરપકડ કરી છે. સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા છે અને સાદિકા અને તેના પુત્ર જુનેદે સાથે રહીને આ કાવતરું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. સાદિકાનો પતિ સલીમ ફરાર થઇ ગયો છે જેથી પોલીસે વોન્ટેડ આરોપી જાહેર કરી શોધખોળ શરુ કરી છે.

જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું
બીજી તરફ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને તેમને સબક શીખવાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને ઈંડા ફેંકનાર આરોપીઓએ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે અજમેરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે .

કાવતરાખોર ગણાતા સલમાન ઉર્ફે ગધાની પણ ધરપકડ
પોલીસે આ મામલે મુખ્ય કાવતરાખોર ગણાતા સલમાન ઉર્ફે ગધાની પણ ધરપકડ કરી હતી. બનાવ બન્યાના બીજા જ દિવસે પોલીસે સૌ પહેલા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ પૂછપરછમાં કાવતરાખોરોના નામ ખુલતા એક પછી એક મોટાભાગના આરોપી પકડાઇ ગયા છે. જો કે હજું પણ પોલીસ આ મામલે સંડોવાયેલા કેટલાક આરોપીની શોધખોળ કરી રહી છે.

Share This Article