સુરતના બારડોલીમાં ST બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, મુસાફરોથી ભરેલી એસટી બસે પલટી મારતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને લોકો બસમાથી બહાર કાચ તોડીને નીકળવા લાગ્યા હતા, રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.
બારડોલીના નાડીદા ગામ નજીક બસે પલટી મારી
સુરતના બારડોલીમાં એસટી બસને અકસ્માત થયો છે, બસે અચાનક પલટી મારતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા અને બારડોલીના નાડીદા ગામ પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મુસાફરોનો આક્ષેપ છે કે, બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો. તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢયા હતા, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા
એસટી બસે પલટી મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો, લોકોએ બહાર નીકળવા માટે કાચ તોડયો અને પાછળના કાચથી લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા, તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા માટે કવાયત શરૂ કરી છે.