Friday, Oct 31, 2025

બાહુબલી: ધ એપિક’નું ભવ્ય ટીઝર રિલીઝ – રાજામૌલીએ ચાહકોને આપી દિવાળી પહેલાં સુપર ભેટ

1 Min Read

બાહુબલી સિરીઝ દ્વારા ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર નિર્દેશક એસ.એસ. રાજામૌલી હવે ફરીથી ચાહકો માટે એક ભવ્ય ભેટ લઈને આવ્યા છે. મેકર્સે તેમની નવી ફિલ્મ ‘બાહુબલી: ધ એપિક’નું ટીઝર જાહેર કરી દીધું છે, જે સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.ટીઝરમાં દેખાડાયેલા દ્રશ્યો ચમત્કારથી ઓછા નથી લાગતા અને દર્શકોને ફરીથી શૌર્ય, ભવ્યતા અને ભાવનાઓની દુનિયામાં લઈ જવાનું વચન આપે છે. આ ફિલ્મનું ગ્રાન્ડ રિલીઝિંગ ૩૧ ઓક્ટોબરના રોજ થવાનું છે.

બાહુબલી : ધ બિગિનિંગ (૨૦૧૫) અને બાહુબલી : ધ કલૂઝન (૨૦૧૭) ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સ રહી છે. આ બંને ફિલ્મોએ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ્સ તોડ્યા જ નહીં, પણ સમગ્ર દેશમાં પેન-ઇન્ડિયા ટ્રેન્ડને જન્મ આપ્યો હતો.હવે રાજામૌલીએ આ બંનેને ભવ્ય રૂપ આપીને ‘ધ એપિક’ નામે એક નવા સ્વરૂપમાં રજૂ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન અને નાસર જેવા કલાકારો ફરી નજરે ચઢવાના છે.

ચાહકો માટે આ ફિલ્મ એક સ્મરણિય સફર સાબિત થવાની પૂરી શક્યતા છે.

Share This Article