Thursday, Oct 23, 2025

પોન્ઝી સ્કીમમાં ગુમાવેલા નાણા રોકાણકારોને પરત મળશે, ભુપેન્દ્રસિંહ ઝાલાને મળ્યા જામીન

2 Min Read

BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાને ગુજરાત હાઇકોર્ટમાંથી રેગ્યુલર જામીન મળ્યા છે. લગભગ આઠ મહિનાથી જેલમાં બંધ રહેલા ઝાલા હવે બહાર આવશે. પરંતુ GPID કોર્ટ સમક્ષ પૈસા પરત ચુકવવા શરત સ્વીકારવી પડી છે. BZ સ્કેમમાં લગભગ 11 હજારથી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ લેવા અને ઉંચા વ્યાજની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આક્ષેપ થયો હતો

જેમાં મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલા સામે આ સ્કેમ CID ક્રાઈમને મળેલી નનામી અરજી પ્રમાણે 6,000 કરોડનું કૌભાડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ચાર્જશીટમાં તે આંકડો 172 કરોડ સુધી સીમિત રહ્યો હતો.

8 મહિનાથી જેલમાં બંધ ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઇકોર્ટમાં તેમના વકીલ વિરલ પંચાલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં અગાઉની સુનાવણીમાં કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભુપેન્દ્ર ઝાલા ડિસેમ્બરથી જેલમાં છે, આરોપી સામે પુરાવા જમા થઇ ચૂક્યા છે અને ટ્રાયલ લાંબો ચાલશે. અરજદાર તરફથી કોર્ટને બાહેંધરી આપવામાં આવી કે આગામી 1 વર્ષમાં તમામ પૈસા GPID કોર્ટમાં જમા કરાવશે. અરજદાર વતી રજુવાત કરવામાં આવી કોર્ટને અપાયેલ બાહેધરી મુજબ GPID કોર્ટ સમક્ષ અત્યાર સુધી 5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા-પહેલા મહિને ₹1 કરોડ,બીજા મહિને ₹2 કરોડ, ત્રીજા મહિને ₹3 કરોડ,બાકી રકમ 9 સરખા હપ્તામાં જમા કરાવશે. તમામ રકમ GPID કોર્ટ સમક્ષ એક વર્ષમાં જમા કરવામાં આવશે. કુલ ₹122 કરોડની રકમ રોકાણકારોને ચૂકવવામાં આવશે. ભુપેન્દ્ર ઝાલાની 54 કરોડની સંપત્તિ કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્યાર બાદ આરોપી સરકાર બને પક્ષને સાંભળી ને હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

મહત્વની વાત છે BZ સ્કેમમાં ભુપેન્દ્ર ઝાલા સહિત 8 લોકો સામે ગ્રામ્ય કોર્ટમાં 22000 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભુપેન્દ્ર ઝાલા સામે 250 પેજની પૂરવની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસમાં કુલ 650થી વધારે સાહેદો છે. ત્યારે આજે હાઇકોર્ટમાંથી જામીન મળતા ભુપેન્દ્ર ઝાલા 8 મહિના બાદ જેલમુક્ત થશે.

Share This Article