Thursday, Oct 23, 2025

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે: સીઆર પાટીલ

3 Min Read

ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “હવે આપણે જ્યારે મળીશું ત્યારે નવા મંત્રીઓ અને નવા અધ્યક્ષ સાથે મળીશું.” તેમના આ નિવેદનથી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.

પાટીલે ધારાસભ્યો અને સાંસદોને સંબોધતા કહ્યું કે, જેનો નંબર લાગશે તે નસીબદાર હશે. તેમણે ઉમેર્યું કે, જેને સ્થાન મળશે તે ખુશ થશે અને અમે પણ ખુશ થઈશું કે નવા લોકોને તક મળી રહી છે. તેમણે મંત્રીમંડળ વિસ્તરણ અંગે વાતવાતમાં સંકેત આપતા જણાવ્યું કે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે.

આ ઉપરાંત, તેમણે નવા પ્રદેશ અધ્યક્ષ અંગે પણ વાત કરી અને કહ્યું કે આ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે નવા પદાધિકારીઓને સલાહ આપતા કહ્યું કે, “જેમને જવાબદારી મળે તે શાંતિથી અને સંભાળીને કામ કરે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે સીઆર પાટીલે મોટા સંકેત આપ્યા છે. નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ મામલે તેમણે ગાંધીનગરની બેઠકમાં સંકેત આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, પાટીલે બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, જલદી આપણે બે વખત મળીશું. નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો. મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યા હોવાની જાણકારી આપી. તો ત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની ટકોર કરી.

પહેલીવાર ભાજપની બેઠકમાં સંઘની હાજરી
કમલમ ખાતે મળેલ ભાજપની બેઠકમાં કંઈક નવાજૂની જોવા મળી. ભાજપની બેઠકમાં પહેલી વખત સંઘ પણ હાજર રહ્યું. કમલમ બેઠકમાં RSS ના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ હાજર જોવા મળ્યા. પ્રધાનમંત્રીના જન્મ દિવસ પર સેવા સપ્તાહની કમલમ ખાતે ઉજવણી માટે યોજાનારી છે. જેાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ધારાસભ્ય અને સાંસદો પણ બેઠકમા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો સાથે RSS ના હોદ્દેદાર પણ બેઠકમાં હાજર જોવા મળ્યા.

અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખોની યાદી:

  • એ. કે. પટેલ: ૧૯૮૨ – ૧૯૮૫
  • કાશીરામ રાણા: ૧૯૯૩ – ૧૯૯૬
  • વજુભાઈ વાળા: ૧૯૯૬ – ૧૯૯૮ અને ૨૦૦૫ – ૨૦૦૬
  • રાજેન્દ્રસિંહ રાણા: ૧૯૯૮ – ૨૦૦૫
  • પરષોત્તમ રૂપાલા: ૨૦૦૬ – ૨૦૧૦
  • આર. સી. ફળદુ: ૨૦૧૦ – ૨૦૧૬
  • વિજય રૂપાણી: ૨૦૧૬
  • જીતુ વાઘાણી: ૨૦૧૬ – ૨૦૨૦
  • સી.આર. પાટીલ: ૨૦૨૦ – હાલ સુધી
Share This Article